Tags

, , , , , , , , , , , , , , , , , ,

રાજ્યનાં દરિયાઈ સંસાધનો વિશે જાગૃતતા લાવવી એ વિશ્વ બેન્ક પુરસ્કૃત તથા ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા અમલીકૃત સંકલિત દરિયાકાંઠા વ્યવસ્થાવપન પરિયોજના (આઈસીઝેડએમપી) ના મુખ્ય હેતુઓમાંનો એક છે. આ હેતુને ધ્યાને લઈ ‘Along the Coast of Gujarat’ ની થીમ પર ફોટોગ્રાફી પ્રતિયોગીતા તથા પ્રદર્શન દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોનાં વિવિધ પાસાંઓ અંગે લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. માન. મંત્રીશ્રી (રાજ્ય), વન અને પર્યાવરણ વિભાગ શ્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે્ વિજેતા પ્રતિયોગીઓનું સન્માનન તથા ઈનામ વિતરણ કરવામાં આવેલ.

ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘Raise Your Voice, Not the Sea Level’ ની થીમ પર ઉજવવાનું નક્કી કરેલ છે તેને ધ્યાતને લઈ રાજ્યમાં પ્રથમ વખત જ ગુજરાત ઈકોલોજી કમિશન (જીઈસી) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૪ ને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકિનાર પર કેન્દ્રીત ફોટોગ્રાફી પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવેલ. આ માટે ‘Along the Coast of Gujarat’ની થીમ પર ગુજરાતના દરિયાકિનારાને લગતા ત્રણ વિષયો પૈકી (૧) ગુજરાતના દરિયાકાંઠાનું જૈવિક વૈવિદ્ય (૨) સમુદ્ર સપાટીમાં વધારો અને તેની અસર તથા (૩) દરિયાકાંઠાના લોકોનું જીવનનો સમાવેશ કરવામાં આવેલ.

વિશ્વ પર્યાવરણ દિવસથી જાહેર કરાયેલ આ ફોટોગ્રાફી પ્રતિયોગીતામાં ફોટોગ્રાફ્સ મોકલવાની મર્યાદા જૂન ૧૫, ર૦૧૪ સુધી નિયત કરવામાં આવેલ. આ પ્રતિયોગીતામાં ગુજરાતભરના કુલ ૫૦ પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો. પ્રતિયોગીઓએ ગુજરાતના દરિયાકાંઠાનું જૈવિક વૈવિદ્ય વિષય પર ૪૬ (છેતાલીસ), સમુદ્ર સપાટીમાં વધારો અને તેની અસર પર ૨૬ (છવ્વીસ) તથા ૫૨ (બાવન) ફોટોગ્રાફ્સ દરિયાકાંઠાના લોકોનું જીવન વિષય પર ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. આમ કુલ ૧૨૪ ફોટોગ્રાફ્સનો પ્રતિયોગીતામાં સમાવેશ કરવામાં આવેલ.

પ્રતિયોગીતામાં આવેલ ફોટોગ્રાફ્સનું ત્રણ વરિષ્ઠ ફોટોગ્રાફ્સની નિર્ણાયક પેનલ દ્વારા છણાવટ કરવામાં આવેલ. નિર્ણાયક પેનલના ત્રણ સભ્યોમાં (૧) વર્ષોથી વન્યજીવોની ફોટોગ્રાફી કરનાર અને દેશ-વિદેશના અનેકવિધ એવોર્ડ વિજેતા વરિષ્ઠ ફોટોગ્રાફર શ્રી સનત શોધન (૨) ઈન્ડિયા ટુડે ગૃપ સાથે વર્ષોથી વરિષ્ઠ ફોટોગ્રાફર તરીકે સંકળાયેલા શ્રી શૈલેષ રાવલ તથા (૩) દરિયાઈ જીવસૃષ્ટિ પર ઘણા વર્ષોથી ફોટોગ્રાફી કરનાર શ્રી વિનોદ ગજ્જરે સેવાઓ આપી હતી. શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સની પસંદગીની પ્રક્રિયા આરંભાય તે અગાઉ દરેક ફોટોગ્રાફ્સનું કોડીંગ કરવામાં આવેલ કે જેથી કરીને પસંદગીની પ્રક્રિયા પારદર્શક તથા તટસ્થ બની રહે. ત્રણેય નિર્ણાયકો ગુજરાત ઈકોલોજી કમિશનની વડી કચેરી ખાતે ઉક્ત કામગીરી અર્થે એકત્રીત થયેલ. પ્રાથમિક તબક્કાની છણાવટની પ્રક્રિયા બાદ નિર્ણાયકોએ ૨૮ ફોટોગ્રાફ્સની પસંદગી કરેલ. આ ૨૮ ફોટોગ્રાફ્સની ત્રણેય નિર્ણાયકોએ તમામ પાસાઓ પર ઝીણવટભર્યું અવલોકન કર્યા બાદ છેલ્લા તબક્કા માટે ૧૦ ફોટોગ્રાફ્સની પસંદગી કરેલ. છેલ્લા તબક્કામાં ત્રણેય નિર્ણાયકોની સર્વસંમતિથી પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ફોટોગ્રાફ્સની પસંદગી કરવામાં આવેલ. તદઉપરાંત ખાસ ઉલ્લેાખનીય ઈનામ (Special Mention) તરીકે અન્ય એક ફોટોગ્રાફની પણ પસંદગી કરવામાં આવેલ.

વિજેતા પ્રતિયોગીઓની યાદી નીચે મુજબ છેઃ

PC2014_30_Cપ્રથમ વિજેતાઃ શ્રી મોહન માતંગ, અંજાર, કચ્‍છ (ફોટોગ્રાફ ટાઈટલઃ Lives at Bhardeshwar creek, Kachchh) ઈનામની રકમઃ રૂા. ૧૦૦૦૦/-

PC2014_21_Fદ્વિતીય વિજેતાઃ શ્રી કાર્તિક ભાવસાર, અમદાવાદ (ફોટોગ્રાફ ટાઈટલઃ Study of marine life) ઈનામની રકમઃ રૂા. ૭૫૦૦/-

PC2014_17_Gતૃતીય વિજેતાઃ શ્રી જીતુ જામ, ખંભાળીયા (ફોટોગ્રાફ ટાઈટલઃ Sea and Green) ઈનામની રકમઃ રૂા. ૫૦૦૦/-

OLYMPUS DIGITAL CAMERAખાસ ઉલ્‍લેખનીય ઈનામ શ્રી મયંક પ્રજાપતિ, અમદાવાદ (ફોટોગ્રાફ ટાઈટલઃ High tide at Hajira)

પ્રતિયોગીતામાં આવેલ ફોટોગ્રાફ્સ પૈકી છણાવટ કરેલા ૪૬ (છેતાલીસ) સુંદર ફોટોગ્રાફ્સ તથા વિજેતા ફોટોગ્રાફ્સ મળી કુલ ૫૦ (પચાસ) ફોટોગ્રાફ્સના પ્રદર્શનનું આયોજન તારીખ ૧૫ થી ૨૦ જુલાઈ ૨૦૧૪ દરમિયાન હઠીસીંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી, અમદાવાદ ખાતે કરવામાં આવેલ. પ્રદર્શનના ઉદ્ઘાટનની સાથોસાથ વિજેતા પ્રતિયોગીઓને સન્‍માન તથા ઈનામ વિતરણ માન. મંત્રીશ્રી (રાજ્ય), વન અને પર્યાવરણ વિભાગ શ્રી ગોવિંદભાઈ પટેલના હસ્‍તે તારીખ ૧૫ જુલાઈ ૨૦૧૪ના રોજ કરવામાં આવેલ. પ્રતિયોગીઓને સન્‍માન તથા ઈનામ વિતરણના કાર્યક્રમમાં પ્રતિયોગી ફોટોગ્રાફર્સ ઉપરાંત વન વિભાગ, ગીર ફાઉન્‍ડેશન તથા બાયસેગના અધિકારીશ્રીઓ તથા સેપ્‍ટ યુનિવર્સિટીના પ્રાધ્‍યાપકો અને વિદ્યાર્થીઓને મળી ૧૨૦થી વધુની સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

IMG_0696શ્રી ગોવિંદભાઈ પટેલ, મંત્રીશ્રી (રાજ્ય), વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આમંત્રિતો તથા પ્રતિયોગીઓને સંબોધન

IMG_0726માન. મંત્રીશ્રી તથા ડો. એ.કે. વર્મા, સભ્‍ય સચિવશ્રી, ગુજરાત ઈકોલોજી કમિશન – પ્રદર્શન નિહાળતા

ઈનામ વિતરણ બાદ માન.મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલે વિજેતા પ્રતિયોગીઓને બિરદાવ્‍યા હતા તથા પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે, આ ફોટોગ્રાફી પ્રતિયોગીતા દ્વારા કુદરતને ચાહનાર તમામ લોકોને ગુજરાતના રમણીય અને અતિસુંદર દરિયાકાંઠાને અલગ દ્રષ્‍ટિકોણથી જોવાની તક મળી છે. તેમણે પ્રતિયોગીઓને ગુજરાતના વૈવિધ્‍યતાથી ભરપૂર દરિયાકાંઠાને પોતાની ફોટોગ્રાફી દ્વારા દુનિયા સમક્ષ મૂકવાની પ્રયાસોને અવિરત રાખવા હાકલ કરી હતી.

ગુજરાત ઈકોલોજી કમિશનના સભ્‍ય સચિવશ્રી તથા આઈસીઝેડએમપીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. એ. કે. વર્માએ ફોટોગ્રાફી પ્રતિયોગીતા યોજવા પાછળના ઉદ્દેશ વિશે વિગતે વાત કરી હતી. કળા દ્વારા કુદરતના સંવર્ધન અને સંરક્ષણ વિષયક જાગૃતિના જે પ્રયાસો થઈ રહ્યા છે ખૂબ જ પ્રોત્‍સાહનને પાત્ર છે તેવું ડો. વર્માએ જણાવ્‍યું. આવા પ્રકારની પ્રતિયોગીતાઓ દ્વારા ઉત્‍સાહી ફોટોગ્રાફર્સને ગુજરાતના દરિયાકાંઠે જોવા મળતા અલભ્‍ય જીવનને રજૂ કરવાનો મોકો મળ્યો અને ગુજરાત ઈકોલોજી કમિશન તે માટે માધ્‍યમ બન્‍યું તે બાબતે તેઓએ આનંદ વ્‍યક્ત કર્યો હતો.

પ્રદર્શનમાં રજૂ થયેલ ફોટોગ્રાફ્સમાં મુલાકાતીઓને ગુજરાતના દરિયકિનારાના અનેક રંગો તથા પાસાઓ જોવા મળેલ. ગુજરાતના દરિયાકાંઠાની અદભૂત જૈવવિવિધતા, દરિયા પર નભતા લોકોનું જીવન, ચલહપહલ અને દરિયાના વિવિધ મિજાજની ઝાંખી ફોટોગ્રાફ્સ થકી રજૂ કરવામાં આવેલ. છ દિવસ ચાલેલા ફોટોગ્રાફી પ્રદર્શનમાં અંદાજીત ૮૦૦ થી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

Advertisements